તાજી અપડેટ 🔬 ગણિત અને વિજ્ઞાનના નવા શૈક્ષણિક પ્રયોગો અને મટીરીયલ અપડેટ કરવામાં આવ્યા છે. • 📝 તમામ મુલાકાતીઓનું મારા ડીજીટલ વર્ગમાં સ્વાગત છે.

S7.1 - વનસ્પતિમાં પોષણ | ડિજિટલ પાઠ

October 04, 2026

🌿 વનસ્પતિમાં પોષણ

ધોરણ ૭ વિજ્ઞાન - સંપૂર્ણ ડિજિટલ પાઠ અને લાઈવ સિમ્યુલેટર

૧. વનસ્પતિમાં પોષણના પ્રકાર

સજીવોને શારીરિક વૃદ્ધિ અને ઊર્જા માટે ખોરાક જરૂરી છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન વગેરે ખોરાકના ઘટકો છે.

🌱 સ્વપોષી (Autotrophic)

જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે.
દા.ત. લીલી વનસ્પતિઓ.

🐅 પરપોષી (Heterotrophic)

જે સજીવો ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે.
દા.ત. મનુષ્ય અને પ્રાણીઓ.

૨. પ્રકાશસંશ્લેષણ (Photosynthesis)

વનસ્પતિમાં ખોરાક પર્ણોમાં બને છે. પર્ણમાં રહેલા લીલા રંજકદ્રવ્યને હરિતદ્રવ્ય (Chlorophyll) કહે છે.

⚙️ પ્રકાશસંશ્લેષણ લાઈવ સિમ્યુલેટર

(સ્લાઈડર ફેરવીને જુઓ કે વનસ્પતિને ખોરાક બનાવવા શાની જરૂર પડે છે)

50% (મધ્યમ ખોરાક)

મધ્યમ ખોરાક બની રહ્યો છે.

૩. પ્રયોગો અને પ્રવૃત્તિઓ (લાઈવ સિમ્યુલેટર)

પ્રયોગ ૧: સ્ટાર્ચની કસોટી

નીચે આપેલા લીલા પર્ણ પર આયોડિન નાખીને જુઓ કે રંગ બદલાય છે કે નહીં.

પ્રવૃત્તિ ૨: બ્રેડ પર ફૂગ

ભીની બ્રેડને ભેજવાળા વાતાવરણમાં રાખતા દિવસો વધવાની સાથે ફૂગ જુઓ.

સામાન્ય બ્રેડ

૪. પોષણના અન્ય પ્રકારો અને જમીન

અમરવેલ

🍂 પરોપજીવી (Parasitic)

બીજા યજમાન વૃક્ષમાંથી તૈયાર ખોરાક મેળવે છે. (દા.ત. અમરવેલ)

કળશપર્ણ

🦟 કીટાહારી (Insectivorous)

નાઇટ્રોજનની પૂર્તિ માટે કીટકો ખાય છે. (દા.ત. કળશપર્ણ)

ફૂગ

🍄 મૃતોપજીવી (Saprophytic)

સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. (દા.ત. ફૂગ અને બિલાડીનો ટોપ)

મૂળની ગાંઠો

🌱 સહજીવન અને જમીન

કઠોળના મૂળમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે.

📖 સંપૂર્ણ સ્વાધ્યાય

૧. ખાલી જગ્યા પૂરો:

૧. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી તેને ________ કહેવાય છે.

જવાબ: સ્વપોષી

૨. વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર્ણમાં ________ સ્વરૂપે સંગ્રહ પામે છે.

જવાબ: સ્ટાર્ચ

૨. ખરા કે ખોટા જણાવો:

૧. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે.

૨. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે.

૩. યોગ્ય જોડકાં જોડો:

વિભાગ 'અ' વિભાગ 'બ'
૧. હરિતદ્રવ્યa. રાઇઝોબિયમ
૨. નાઇટ્રોજનb. પર્ણ
૩. અમરવેલc. કીટાહારી
૪. કળશપર્ણd. પરોપજીવી
જવાબ: ૧-b, ૨-a, ૩-d, ૪-c

૪. તફાવત આપો:

સ્વપોષી: આ સજીવો પ્રકાશસંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. (દા.ત. લીલી વનસ્પતિ)

પરપોષી: આ સજીવો ખોરાક જાતે બનાવી શકતા નથી, તે વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે. (દા.ત. પ્રાણીઓ, મનુષ્ય)

પરોપજીવી: તે જીવંત યજમાન વનસ્પતિમાંથી તૈયાર ખોરાક ચૂસી લે છે. (દા.ત. અમરવેલ)

મૃતોપજીવી: તે મૃત અને સડેલા કાર્બનિક પદાર્થો પર પાચકરસો છોડી પોષણ મેળવે છે. (દા.ત. ફૂગ)

૫. પ્રશ્નોના ઉત્તર આપો:

ઉત્તર: સજીવોને શારીરિક વૃદ્ધિ કરવા, ઘસારા સામે રક્ષણ મેળવવા અને વિવિધ જીવનપ્રક્રિયાઓ ચલાવવા જરૂરી ઊર્જા (શક્તિ) મેળવવા ખોરાક લેવાની જરૂર પડે છે.

ઉત્તર: પર્ણ પર આયોડિનના દ્રાવણના બે-ત્રણ ટીપાં નાખવામાં આવે છે. જો પર્ણનો રંગ ભૂરો-કાળો (Blue-Black) થઈ જાય, તો તે સાબિત કરે છે કે પર્ણમાં સ્ટાર્ચ હાજર છે.

ઉત્તર: લીલી વનસ્પતિનાં પર્ણોમાં હરિતદ્રવ્ય નામનું રંજકદ્રવ્ય આવેલું હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળમાંથી શોષાયેલા પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત (ખોરાક) બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.