તાજી અપડેટ 🔬 ગણિત અને વિજ્ઞાનના નવા શૈક્ષણિક પ્રયોગો અને મટીરીયલ અપડેટ કરવામાં આવ્યા છે. • 📝 તમામ મુલાકાતીઓનું મારા ડિજીટલ વર્ગમાં સ્વાગત છે.

વિજ્ઞાન પ્રયોગશાળા - પ્રિન્ટેબલ ચેકલિસ્ટ

વિજ્ઞાન પ્રયોગશાળા - પ્રિન્ટેબલ ચેકલિસ્ટ

વિજ્ઞાન પ્રયોગશાળા સામગ્રી ચેકલિસ્ટ (Stock Register)

ધોરણ ૬ થી ૮ (નવા અભ્યાસક્રમ મુજબ) - માસ્ટર ઇન્વેન્ટરી

શાળાનું નામ: _____________________________________________

તારીખ: _____/_____/૨૦૨___

૧. કાચનાં સાધનો (Glassware)
ક્રમ સાધન / સામગ્રીનું નામ ઉપયોગ / નોંધ હાજર જથ્થો
બીકર (Beaker) - 50mlઓછા જથ્થામાં પ્રવાહી લેવા/ગરમ કરવા
બીકર (Beaker) - 100mlપ્રવાહીઓ મિશ્ર કરવા/ગરમ કરવા
બીકર (Beaker) - 250mlસામાન્ય દ્રાવણ બનાવવા અને રાખવા
બીકર (Beaker) - 500mlવધુ જથ્થામાં પ્રવાહી/પાણી ગરમ કરવા
કસનળીઓ (સાદી)પદાર્થોની પ્રક્રિયા જોવા/મિશ્ર કરવા
કસનળીઓ (બોરોસિલિકેટ / Hard Glass)પદાર્થોને સીધા જ જ્વાળા પર ગરમ કરવા
કોનિકલ ફ્લાસ્ક (Conical Flask)વાયુ ઉત્પન્ન થતી પ્રક્રિયા માટે/દ્રાવણ હલાવવા
રાઉન્ડ બોટમ ફ્લાસ્કપ્રવાહીને સમાન રીતે ઉષ્મા આપવા/ઉકાળવા
બાષ્પવાટકી (China Dish)પ્રવાહીનું બાષ્પીભવન કરવા/પદાર્થ ગરમ કરવા
૧૦વોચ ગ્લાસ (Watch Glass)પદાર્થનું નિરીક્ષણ કરવા/બીકર પર ઢાંકવા
૧૧પેટ્રી ડીશ (Petri Dish)બીજ અંકુરણ અને ફૂગના ઉછેર માટે
૧૨કાચનો સળિયો (Glass Stirrer)દ્રાવણ અને મિશ્રણને હલાવવા માટે
૧૩કાચની ગળણી (Glass Funnel)પ્રવાહી ગાળવા અને સ્ટેથોસ્કોપ મોડેલ માટે
૧૪કાચની સીધી નળીફ્લાસ્કમાં વાયુ પસાર કરવા
૧૫કાચની Y-આકારની નળીશ્વસનતંત્ર (ફેફસાં) ના મોડેલ માટે
૧૬ડ્રોપર (Dropper)રસાયણના ચોક્કસ ટીપાં (Drops) ઉમેરવા
૧૭કાચની સ્લાઈડ (Glass Slide)માઈક્રોસ્કોપમાં નમૂનો મૂકવા
૧૮કવર સ્લિપ (Cover Slip)સ્લાઈડ પર નમૂનાને ઢાંકવા અને રક્ષણ આપવા
૧૯કાચની ચિમની (Glass Chimney)દહન માટે હવાની જરૂરિયાતનો પ્રયોગ કરવા
૨૦કાચનો લંબઘન સ્લેબ (Glass Slab)પ્રકાશનું વક્રીભવન સમજવા
૨. મુખ્ય યંત્રો અને માપન સાધનો
ક્રમ સાધન / સામગ્રીનું નામ ઉપયોગ / નોંધ હાજર જથ્થો
૨૧સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર (Compound Microscope)ડુંગળીના કોષ અને સૂક્ષ્મજીવો જોવા
૨૨બિલોરી કાચ (Magnifying Glass)પુષ્પના ભાગો અને નાના જંતુઓ જોવા
૨૩લેબોરેટરી થર્મોમીટર (-10°C થી 110°C)પાણી કે અન્ય પ્રવાહીનું તાપમાન માપવા
૨૪ક્લિનિકલ થર્મોમીટરમાનવ શરીરનું તાપમાન માપવા
૨૫સ્પ્રિંગ બેલેન્સ (Spring Balance)વસ્તુનું વજન અને ઘર્ષણ બળ માપવા
૨૬સ્ટોપવૉચ (Stopwatch)લોલકનો આવર્તકાળ અને ઝડપ માપવા
૨૭લાકડાની માપપટ્ટી (મીટર પટ્ટી)લંબાઈ અને અંતર માપવા
૨૮સ્ટીલની માપપટ્ટીધ્વનિના કંપનનો પ્રયોગ અને માપન માટે
૨૯કોણમાપક (Protractor)આપાતકોણ અને પરાવર્તનકોણ માપવા
૩. લેબોરેટરી હાર્ડવેર
ક્રમ સાધન / સામગ્રીનું નામ ઉપયોગ / નોંધ હાજર જથ્થો
૩૦કસનળી સ્ટેન્ડ (લાકડાનું)ગરમ કે ઠંડી કસનળીઓ ગોઠવવા
૩૧કસનળી સ્ટેન્ડ (પ્લાસ્ટિકનું)સામાન્ય કસનળીઓ મૂકી રાખવા
૩૨કસનળી હોલ્ડર (ચીપિયો)ગરમ કસનળીને સુરક્ષિત રીતે પકડવા
૩૩ત્રિપાઈ (Tripod Stand)બર્નર પર બીકર કે ફ્લાસ્ક ગોઠવવા
૩૪તારની જાળી (Wire Gauze)કાચનાં સાધનોને સમાન ઉષ્મા આપવા
૩૫બન્સેન બર્નર (Bunsen Burner)સાધનો અને પદાર્થોને ગરમ કરવા
૩૬સ્પિરિટ લેમ્પઉષ્મા મેળવવાનો સરળ વિકલ્પ
૩૭ચિમટી (Tongs)મેગ્નેશિયમ પટ્ટી કે ગરમ વસ્તુ પકડવા
૩૮લોખંડનું સ્ટેન્ડ (Iron Stand)સાધનો (લોલક, ગળણી) અધ્ધર લટકાવવા
૩૯સ્ટેન્ડ માટેનો ક્લેમ્પ (Clamp)સ્ટેન્ડ સાથે સાધનોને મજબૂત પકડવા
૪૦રબરનો બૂચ (કાણાવાળો)ફ્લાસ્કમાં કાચની નળી ગોઠવવા
૪૧રબરનો બૂચ (સાદો)કસનળી કે ફ્લાસ્ક હવાચુસ્ત બંધ કરવા
૪૨ચાળણીમોટા અને નાના કણોને અલગ કરવા
૪૩સૂપડુંહલકાં અને ભારે કણોને ઉપણવા
૪૪રબરનું ચૂસક (Rubber Sucker)વાતાવરણના દબાણનો સિદ્ધાંત સમજવા
૪. રસાયણો અને દ્રાવણો
ક્રમ સાધન / સામગ્રીનું નામ ઉપયોગ / નોંધ હાજર જથ્થો
૪૫મંદ હાઇડ્રોક્લોરિક એસિડ (Dil. HCl)એસિડિક ગુણધર્મો ચકાસવા
૪૬મંદ સલ્ફ્યુરિક એસિડ (Dil. H2SO4)વિદ્યુત વિભાજન અને રાસાયણિક પ્રક્રિયા
૪૭સોડિયમ હાઈડ્રોક્સાઈડ (કૉસ્ટિક સોડા)બેઇઝના ગુણધર્મો ચકાસવા
૪૮ચૂનાનું નીતર્યું પાણી (Ca(OH)2)કાર્બન ડાયોક્સાઈડ (CO2) ની કસોટી
૪૯લાલ લિટમસ પેપરબેઇઝની કસોટી માટે (ભૂરું બને)
૫૦ભૂરું લિટમસ પેપરએસિડની કસોટી માટે (લાલ બને)
૫૧હળદરપત્ર (Turmeric paper)કુદરતી સૂચક તરીકે (બેઇઝમાં લાલ બને)
૫૨ફિનોલ્ફથેલિન દ્રાવણએસિડ-બેઇઝ તટસ્થીકરણ પ્રયોગ માટે
૫૩આયોડિનનું દ્રાવણખોરાકમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા
૫૪કૉપર સલ્ફેટ (મોરથૂથું)વિદ્યુતલેપન (Electroplating) અને સ્ફટિકીકરણ
૫૫પોટેશિયમ પરમેંગેનેટ (KMnO4)પાણીમાં કણોની ગતિ (પ્રસરણ) જોવા
૫૬ફટકડી (Alum)પાણીના શુદ્ધિકરણ (નિક્ષેપન) માટે
૫૭બેકિંગ સોડા (ખાવાનો સોડા)વિનેગર સાથે પ્રક્રિયા કરી CO2 બનાવવા
૫૮ધોવાનો સોડાબેઝિક દ્રાવણ બનાવવા
૫૯રાસાયણિક ખાતર (યુરિયા)ખાતરના નમૂના તરીકે
૬૦મેગ્નેશિયમની પટ્ટીદહન પ્રયોગ (સફેદ જ્યોત અને રાખ)
૬૧લોખંડનો ભૂકોચુંબકીય બળરેખાઓનો અભ્યાસ કરવા
૬૨નિસ્યંદિત પાણી (Distilled water)વિદ્યુતના અવાહક તરીકે અને દ્રાવણ બનાવવા
૬૩લાલ શાહીપ્રકાંડમાં પાણીના વહનનો પ્રયોગ
૬૪ભૂરી શાહીપાણીમાં કણોના પ્રસરણનો પ્રયોગ
૫. વિદ્યુત અને ચુંબકત્વ
ક્રમ સાધન / સામગ્રીનું નામ ઉપયોગ / નોંધ હાજર જથ્થો
૬૫ગજિયો ચુંબક (Bar Magnet)આકર્ષણ, અપાકર્ષણ અને દિશા જાણવા
૬૬નાળ ચુંબક (Horseshoe Magnet)ચુંબકીય ક્ષેત્રના પ્રયોગો કરવા
૬૭કંકણાકાર ચુંબક (Ring Magnet)ચુંબક હવામાં તરતું રાખવાનો પ્રયોગ
૬૮હોકાયંત્ર (Compass)દિશા જાણવા અને ચુંબકીય અસર જોવા
૬૯1.5V ડ્રાય સેલ (પાવર સેલ)સાદા વિદ્યુત પરિપથ માટે પાવર
૭૦9V બેટરીવિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટે
૭૧બેટરી હોલ્ડરસેલને યોગ્ય અને સુરક્ષિત રીતે જોડવા
૭૨ઇન્સ્યુલેટેડ કનેક્ટિંગ વાયરપરિપથમાં વિદ્યુત વહન માટે
૭૩નિક્રોમ વાયરવિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર (હીટર) સમજવા
૭૪જાડો તાંબાનો તારવિદ્યુતનું વહન દર્શાવવા
૭૫પાતળો તાંબાનો તારખીલી પર વીંટાળી વિદ્યુતચુંબક બનાવવા
૭૬નાનો ટોર્ચ બલ્બવિદ્યુત પરિપથ પૂર્ણ છે તે ચકાસવા
૭૭LED બલ્બ (વિવિધ રંગના)નિર્બળ વિદ્યુતપ્રવાહની કસોટી માટે
૭૮કાર્બનના સળિયા (ઇલેક્ટ્રોડ્સ)પાણીના વિદ્યુતવિભાજન માટે
૭૯તાંબાની પ્લેટ્સ (ઈલેક્ટ્રોડ માટે)ઢોળ ચડાવવા (Electroplating) માટે
૮૦લોખંડની ખીલીઓ (5 થી 10 સેમી)વિદ્યુતચુંબક અને કાટ લાગવાની પ્રક્રિયા જોવા
૬. પ્રકાશ અને ધ્વનિ
ક્રમ સાધન / સામગ્રીનું નામ ઉપયોગ / નોંધ હાજર જથ્થo
૮૧સમતલ અરીસોપરાવર્તન અને કેલિડોસ્કોપ બનાવવા
૮૨અંતર્ગોળ અરીસોવાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ જોવા
૮૩બહિર્ગોળ અરીસોવિશાળ દૃષ્ટિક્ષેત્ર સમજવા
૮૪અરીસાની લંબચોરસ પટ્ટીઓકેલિડોસ્કોપની રચના કરવા
૮૫અંતર્ગોળ લેન્સઅપસારી (વિખેરિત) કિરણો સમજવા
૮૬બહિર્ગોળ લેન્સબિલોરી કાચ તરીકે અને અભિસારી કિરણો સમજવા
૮૭કાચનો પ્રિઝમપ્રકાશનું સાત રંગોમાં વિભાજન જોવા
૮૮ધાતુની થાળી/તવોધ્વનિ ઉત્પન્ન કરી કંપનનો અભ્યાસ કરવા
૮૯રમકડાનો ટેલિફોન (કપ અને દોરી)ઘન પદાર્થ (દોરી) માં ધ્વનિનું પ્રસરણ જોવા
૯૦કાચના ગ્લાસ/વાટકીઓજલતરંગ (ધ્વનિની આવૃત્તિ) સમજવા
૭. જૈવિક નમૂનાઓ અને રોજીંદી સામગ્રી
ક્રમ સાધન / સામગ્રીનું નામ ઉપયોગ / નોંધ હાજર જથ્થો
૯૧કાયમી સ્લાઈડ: અમીબાઅમીબામાં દ્વિભાજન (પ્રજનન) સમજવા
૯૨કાયમી સ્લાઈડ: પેરામિશિયમએકકોષીય સજીવનો અભ્યાસ કરવા
૯૩કાયમી સ્લાઈડ: હાઈડ્રાહાઈડ્રામાં કલિકાસર્જન (પ્રજનન) સમજવા
૯૪સફેદ ડ્રોઈંગ શીટપ્રયોગની આકૃતિ અને નોંધ માટે
૯૫ગ્રાફ પેપરઆલેખ દોરવા માટે
૯૬કાળો કાગળપડછાયો અને પ્રકાશના પ્રયોગો માટે
૯૭ટ્રેસિંગ પેપરપિનહોલ કેમેરા બનાવવા માટે
૯૮ફિલ્ટર પેપરમિશ્રણમાંથી ઘન પદાર્થ ગાળવા
૯૯ડ્રોઈંગ પિનપરિપથમાં સ્વીચ બનાવવા/કાગળ લગાવવા
૧૦૦સેફ્ટી પિનવિદ્યુત પરિપથમાં સ્વીચ તરીકે
૧૦૧ટાંકણીઓચુંબકીય અસર જોવા / મોડેલ બનાવવા
૧૦૨પૂંઠા (Cardboard)વિવિધ પ્રયોગોના મોડેલ બનાવવા
૧૦૩થર્મોકોલ શીટઈલેક્ટ્રોસ્કોપ અને મોડેલ બનાવવા
૧૦૪સેલોટેપજોડાણ કરવા માટે
૧૦૫ગુંદરમોડેલ બનાવવા અને વસ્તુઓ ચોંટાડવા
૧૦૬રબર બેન્ડ્સસાધનો બાંધવા અને ધ્વનિના કંપન જોવા
૧૦૭વિનેગર (સરકો)રાસાયણિક પ્રયોગો (એસિડ) માટે
૧૦૮મીઠુંદ્રાવણ બનાવવા અને અલગીકરણ માટે
૧૦૯ખાંડદ્રાવણ બનાવવા અને યીસ્ટના આથવણ માટે
૧૧૦તેલપ્રવાહીના મિશ્રણના પ્રયોગો માટે
૧૧૧સાબુ / સાબુનું દ્રાવણબેઇઝ કસોટી માટે
૧૧૨યીસ્ટ પાવડરઆથવણ અને શ્વસન સમજવા
૧૧૩મેંદોયીસ્ટના પ્રયોગ માટે કણક બનાવવા
૧૧૪સુતરાઉ કાપડસ્થિત વિદ્યુતના પ્રયોગ માટે
૧૧૫રેશમનું કાપડકાચના સળિયા સાથે ઘસી વિદ્યુત ઉત્પન્ન કરવા
૧૧૬ઊનનું કાપડફુગ્ગા/પ્લાસ્ટિક સાથે ઘસી વિદ્યુત ઉત્પન્ન કરવા
૧૧૭લાંબી જાડી દોરીલોલક બાંધવા માટે
૧૧૮નાયલોન દોરોકંપન અને ધ્વનિ પ્રયોગ માટે
૧૧૯ખાલી પ્લાસ્ટિકની બોટલોશ્વસનતંત્ર મોડેલ અને દબાણ માટે
૧૨૦પ્લાસ્ટિકની સ્ટ્રોહવાની ફૂંક અને પવનના પ્રયોગ કરવા
૧૨૧રબરના ફુગ્ગાદબાણ અને શ્વસન મોડેલ માટે
૧૨૨મીણબત્તીઓદહન પ્રયોગ માટે
૧૨૩દીવાસળીની પેટીબર્નર કે મીણબત્તી સળગાવવા
૧૨૪કાચપેપર (Sandpaper)ઘર્ષણનો અભ્યાસ અને સપાટી સાફ કરવા